આગામી રાષ્ટ્રીય સ્વાતંત્ર્યપર્વની ઉજવણીના ભાગરુપે જામનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ધ્રોલમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગાયાત્રામાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, અભિષેકભાઇ પટવા, શહેર પ્રમુખ સમીરભાઇ શુકલા, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, જોડીયા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન સહીતના પદાધિકારીઓ-હોદેદારો અગ્રણીઓ, કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.