જામનગર શહેરમાં કાલાવડ રોડ પરથી પસાર થતા કારને આંતરીને પોલીસે તલાસી લેતા તેમાંથી 228 બોટલ દારૂ મળી આવતા કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.2,14,000 ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર-કાલાવડ રોડ પર રાધિકા સ્કુલ સામેના રોડ પરથી શુક્રવારે રાત્રિના સમયે પસાર થતી જીજે-01-ડીઝેડ-4305 નંબરની રીડસ કારને પીએસઆઇ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે આંતરી હતી અને તલાસી લેતા કારમાંથી રૂા.1,14,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 228 બોટલ મળી આવતા પોલીસે રૂા.1 લાખની કિંમતની કાર અને રૂા.1.14 લાખની કિંમતની 228 બોટલ દારૂ સહિત કુલ રૂા.2,14,000 ના મુદ્દામાલ સાથે ગુમાનસિંહ ઉર્ફે ધનો તખુભા જાડેજા (રહે. જામનગર) નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં બનાસકાંઠાના થરાદ ગામના કિરણ (મો.93283 45451) ની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કિરણની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.