જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં વિવિધ શાળા-કોલેજો રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ફાયર એનઓસી, ફાયરના સાધનો સહિતના મુદ્દાઓને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર શહેરમાં કુલ 44 શાળાઓ, 13 ટયુશન કલાસ સીલ કરવામાં આવ્યા છે. જેમાં બે હોસ્પિટલ પાર્ટલી સીલ કરવામાં આવી છે. તેમજ ગુરૂવારે 20 જેટલા હોટલ રેસ્ટોરન્ટ પણ સીલ કરવામાં આવ્યાં હતાં.
રાજકોટમાં ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ બાદ સફાળી જાગેલી જામનગર મહાનગરપાલિકાએ છેલ્લાં બે દિવસથી જામનગર શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, શાળા-કોલેજો, ટયુશન કલાસ, હોસ્પિટલો સહિતના સ્થળોએ કડક ચેકિંગ કામગીરી હાથ ધરી છે. ફાયર એનઓસી, ફાયરના સાધનો, બીયુ સર્ટીફિકેટ સહિતના વિવિધ મુદ્દાઓને લઇ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ શાખા સહિતની વિવિધ શાખાઓના અધિકારીઓ કર્મચારીઓની આઠ જેટલી ટીમો બનાવી પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને ફાયર એનઓસી તથા સેફટી સહિતના મુદ્દાઓને લઇ સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચના અને માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર, સિટી એન્જીનિયર, ચીફ ઓફિસર દ્વારા જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આઠ ટીમો તથા જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (જાડા)ના વિસ્તારો માટે એક ટીમની રચના કરવામાં આવી છે. જે શહેરના વિવિધ વોર્ડમાં આવેલ હોસ્પિટલ, હોટલો વગેરેમાં ફાયર એનઓસી, ફાયર રીન્યુઅલ, વપરાશ પરવાનગી સહિતના મુદ્દાઓની ચકાસણી કરી રહી છે. જેના ભાગરૂપે તા.30 મે ના રોજ જામનગરની ભાગોળે લાલપુર રોડ, ઠેબા ચોકડી સહિતના વિસ્તારોમાં 20 જેટલી ખાણીપીણીના સ્થળોએ ચેકિંગ કરી તેમને સીલ કરવામાં આવ્યાં હતાં. આ કામગીરી તા.31 ને શુક્રવારના રોજ પણ ચાલુ રહી હતી.
જેમાં તા.31 મે ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ, ઈન્દીરા પ્રાથમિક શાળા, સેન્ટ આન્સ પ્રિ પ્રાઈમરી સ્કૂલ, તક્ષશિલા સ્કૂલ, બા શ્રી હીરાબા રામસિંહજી રાજપૂત ક્ધયા છાત્રાલય, ચંદન ઈન્સ્ટીટયુટ, નિકુંજસર કલાસીસ, ઓધવદિપ સ્કૂલ, વારાહી સ્કૂલ, હમઝા પ્રાથમિક શાળા, મુસ્કાન પ્રાથમિક શાળા, તાહેરીયા સ્કૂલ, મોર્ડન કલાસીસ, ધ્રુવ કલાસીસ, પ્રાઈમ સ્કૂલ, એકતા સ્કૂલ, એલ.એન.કલાસીસ, જેકુરબેન સોની સ્કૂલ, સતવારા જ્ઞાતિ સ્કૂલ, નવભારત વિદ્યાલય, મીનાક્ષી સ્કૂલ, નેશનલ કોમ્પ્યુટર કોલેજ, સરસ્વતિ શિશુ વિદ્યાલય, સ્વામિનારાયણ સ્કૂલ, બાલાજી કલાસીસ, પૃથ્વી કલાસીસ, ભીમાણ કલાસીસ, કીડસ કેશલ પ્રિ-સ્કૂલ, પાર્થ ઈન્ફોટેક કોમ્પ્યુટર, આલ્ફા કલાસીસ, ન્યુ બોન્ડ હોસ્પિટલ (પાર્ટલી સીલ), પારાગ્રાન્ટ સ્કૂલ, વ્રૃજભુષણ સ્કૂલ, સંસ્કાર ઈન્ટરનેશનલ સ્કૂલ, પી આર સ્કૂલ, રોયલ સ્કૂલ, ગ્રેસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, વિજય સોઢા સ્કૂલ, બ્રીલીયન્ટ સ્કુલ-1, બ્રીલીયન્ટ સ્કુલ-2, એમ.પી. શાહ કોમર્સ કોલેજ, દિવ્યાબેન રાવલ કલાસીસ, ધી મોરલ કલાસીસ, સોઢા બાલમંદિર અને લીટલ સનસાઈન પ્લે હાઉસ, સૂર્યદિપ વિદ્યાસંકુલ, બંસી પ્રાઈમરી સ્કૂલ, શિતલ સ્કૂલ, સરસ્વતિ એજ્યુકેશન ટ્રસ્ટ, રાધિકા કલાસીસ, બંસીધર વિદ્યાલય, પરિશ્રમ વિદ્યાલય, બી.એન. ઝાલા વિદ્યાલય, કિલ્લોલ / યશ વિદદ્યાલય, જય ભગવાન વિદ્યાલય, સિધ્ધનાથ પ્રાથમિક શાળા, શ્રીજી વિદ્યાલય, વેદમાતા પ્રાથમિક શાળા, અગ્રાવત હોસ્પિટલ (પાર્ટલી સીલ) સહિતની શાળા-કોલેજો સીલ કરવામાં આવી હતી. કુલ 44 શાળાઓ, 13 ટયુશન કલાસીસ સીલ કરવામાં આવ્યાં હતાં તેમજ બે હોસ્પિટલ પાર્ટલી સીલ કરવામાં આવી હતી.
જુઓ વિગતવાર માહિતી : SEAL_REPORT_31.5.24_N