જો તમે પણ પેકેજડ ફુડ ખાઓ છો તો ચેતી જજો…કયાંક આ ફુડ પેકેટ તમારા સ્વાસ્થ્યને નુકસાન તો નથી પહોંચાડતુ ને??? આઈસીએમઆર અને એનઆઈએનની સમિતિએ સુચન કર્યુ છે કે, પેકેટ ફુડ અને બેવરકેજિસમાં ખાંડનું પ્રમાણ નકકી કરવામાં આવે…
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડમાં ખાંડ અને મીઠું વધારે પ્રમાણમાં હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, પેકેટ ફુડમાં ખાંડની માત્રા નકકી કરવી જોઇએ. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશનની સમિતિ દ્વારા પેકેજડ ફુડને સૂચન કરવામાં આવ્યું છે. વધારે ખાંડ અને મીઠું ધરાવતા આહારથી ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદયરોગ જેવી બીમારીઓ થઈ શકે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડમાં ખાંડ અને મિઠાનું પ્રમાણ વધુ હોય છે. જેમ કે જામ, ફુટ પલ્પ, કાર્બોનેટેડ પીણા, હેલ્પ ડ્રિંકસ સહિત ઘણાહં ફુડ હેલ્થ માટે હાનિકારક છે. જેનો ઉપયોગ મર્યાદિત કરવો જોઇએ. નિષ્ણાંતોના સૂચન મુજબ પેકેજડમાં ફુડમાં ખાંડનું પ્રમાણ નકકી કરવું જોઇએ. અને લોકોએ વધુ પડતા ફેટ, તેલ, મીઠું અને ખાંડ ધરાવતા પેકેટ ફુટ ટાળવા જોઇએ. બાળકોમાં ખાસ કરીને પેકેજડ ફુડ વધુ લેવાય છે. ત્યારે તેનાથી વજન વધવું, હૃદયરોગ, ચામડીના રોગો, ડાયાબિટીસ, કિડની અને લીવરની સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ, લોકોએ તાજો આહાર લેવો જોઇએ. આહારમાં હેલ્ધી એવા બાજરી, કઠોળ, તાજા ફળો અને શાકભાજી લેવા જોઇએ.