ઘણી વખત અજાણી જગ્યાઓ પર લોકો પોતાની મંજીલ સુધી પહોંચવા માટે ગુગલ મેપ્સનો સહારો લેતાં હોય છે. જ્યારે ઘણી વખત ટેકનોલોજીનો આ સહારો આપણને મુસિબતમાં મૂકી શકે છે. તેવું જ કંઇક કેરળમાં હૈદરાબાદથી આવેલા ચાર લોકો સાથે થયું. જે લોકો ગુગલ મેપ્સના બતાવેલા રસ્તે ચાલ્યા અને તેમને કાર નદીમાં પડી ગઇ.
ગુગલ મેપ્સ એક પોપ્યુલર મેપ સર્વિસ છે. જેનો ઉપયોગ લોકો અજાણી જગ્યા પર પોતાના ડેસ્ટીનેશન પર પહોંચવા માટે કરે છે. પરંતુ ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય જ્યારે તમને રસ્તો બતાવનાર જ ખોટા રસ્તા પર હોય?? તેવું કઇક અહીં બન્યું છે. ગુગલ મેપ્સ સાથે આવુ ઘણી વખત બની ચૂકયું છે. ત્યારે ગુગલ મેપ્સ સાથેનો એક નવો મામલો કેરલથી જોવા મળ્યો છે.
હૈદરાબાદથી સાઉથ કેરલના કુરુપ્પનતરા આવેલા ટુરીસ્ટ ગુગલ મેપ્સના ભરોસે નદીમાં પડી ગયા. શુક્રવારે મોડીરાત્રે તેજ વરસાદમાં રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતાં. તેવા સમયે ગુગલ મેપ્સના બતાવેલા રસ્તા પર ચાલી હતી અને અચાનક નદીમાં કાર પડી ગઇ. સ્થાનિક લોકોના સહકાર અને પોલીસ ટીમની મહેનત દ્વારા દરેકને બચાવી લેવાયા હતાં. આમ, ક્યારેક રસ્તો બતાવનાર પણ જો રસ્તો ભટકી જાય ત્યારે મુસિબત ઉભી થઇ જતી હોય છે.