જામનગર મહાપાલિકાના પરિસરમાં આજે સવારે એક કપીરાજ ઘુસી આવ્યા હતા. કચેરી સામેના આ બગીચામાં ઘુમતા આ વાનરને નિહાળવા લોકો ઉમટી પડયા હતા. બગીચામાં કયારેક આ વાનર લોકો સાથે બેસેલો જોવા મળતો હતો. તો કયારેક આરામ ફરમાવતો જોવા મળતો હતો.થોડા સમય પહેલાં શહેરના રામેશ્વરનગરમાં પણ બે બંદરો ઘુસી આવ્યા હતા.