ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર એક ખાનગી કંપનીના ગેટ પાસે પાર્ક કરવામાં આવેલું રૂપિયા 15 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કુમારસિંહ ધીરુભા સોઢાએ અહીંની પોલીસમાં નોંધાવી છે.
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અમિતભાઈ ભીમશીભાઈ ધ્રેવાડા નામના 33 વર્ષના યુવાને ક્રિષ્ના ગેસ્ટ હાઉસની નીચેના ભાગમાં રાખેલું રૂપિયા 15,000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કોઈ અજાણ્યા શખ્સો હંકારી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.