Friday, December 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં બનેવીને ધમકી આપતા બે સાળાઓ

ખંભાળિયામાં બનેવીને ધમકી આપતા બે સાળાઓ

- Advertisement -

ખંભાળિયા નજીક આવેલા દલવાડી હોટલ પાસેની ઝૂંપડપટ્ટી ખાતે મૂળ જામનગર તાલુકાના સિક્કા ગામના ચીનુભાઈ નાગજીભાઈ સોલંકી નામના 30 વર્ષના શ્રમિક યુવાન તેની પોતાના પિતાના ઘરે રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવતા અહીં રહેલા ફરિયાદી ચિનુભાઈના સાળા અરુણ મનસુખભાઈ અને મહેશ મનસુખભાઈએ કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈને તેમને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, લાકડાના ધોકા વાડે ઈજાઓ પહોંચાડી હતી.
આમ, આરોપી સાળાઓ દ્વારા પોતાના બનાવીને ફ્રેકચર કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 325, 323, 504, 506(2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular