Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં તાપમાનમાં ઘટાડા છતાં આકરા તાપથી શહેરીજનો પરેશાન

જામનગરમાં તાપમાનમાં ઘટાડા છતાં આકરા તાપથી શહેરીજનો પરેશાન

મહતમ તાપમાન 36.5 ડિગ્રી : મોડી સાંજે ઠંડા પવનથી શહેરીજનોને મળતી આંશિક રાહત

- Advertisement -

જામનગર શહેરમાં 24 કલાકમાં મહતમ તાપમાનમાં બે ડિગ્રીના ઘટાડા છતાં શહેરીજનોએ અંગ દઝાડતા તાપને કારણે પરેશાનીનો સામનો કર્યો હતો. બીજી તરફ પવનની ગતિ વધુ હોય મોડી સાંજે વાતાવરણમાં ઠંડકથી લોકોએ થોડીક અનુભવી હતી. અસહ્ય બફારાથી લોકો અકળાઇ ઉઠયા હતા. ખાસ કરીને પશુ પક્ષીઓની હાલત પણ દયનિય બની રહી છે.

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં ઉનાળાએ અસલ મિજાજ દેખાડતા અસહ્ય ગરમી અને બફારાથી શહેરીજનો અકળાઇ ઉઠયા છે. સૂર્ય નારાયણના આકરા મિજાજથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાનનો પારો બે ડિગ્રી ગગડયો છે. આમ છતાં ગરમીથી લોકો હેરાન પરેશાન થઇ રહયા છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન 36.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા તથા પવનની ગતિ 15.4 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ હતી.

તાપમાનમાં ઘટાડો થવા છતાં આકરો તાપ યથાવત રહયો છે. ખાસ કરીને બપોરે અંગ દઝાડતા તાપ અને કાળઝાળ ગરમીથી શહેરીજનો પરેશાનીનો સામનો કરી રહયા છે. પવનની ગતિ વધુ હોવાને કારણે મોડી સાંજે લોકોને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે. આમ છતાં લોકો ગરમીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહયા છે. આકરા તાપ અને બફારાને કારણે બપોરના સમયે શહેરીજનો બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળી રહયા છે. તો બીજી તરફ રાત્રિનો સમય હળવા ફરવાના સ્થળોએ તેમજ આઇસ્ક્રીમ, દૂધ કોલ્ડ્રીંકસ, બરફના ગોલા, કોલ્ડ્રીંકસ સહિતની ઝંડી ખાણીપીણીની દુકાનો રેંકડીઓમાં શહેરીજનોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરીજનોની સાથે પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. જામ્યુકો દ્વારા પણ પક્ષીઘરમાં પક્ષીઓને પાણીનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -

છેલ્લા પાંચ દિવસનું તાપમાન

તા. મહતમ તાપમાન લઘુતમ તાપમાન
21-5 36.5 27.4
20-5 38.5 28.6
19-5 38.8 28.8
18-5 37.5 27.5
17-5 39.8 29.0

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular