જામજોધપુરના બાલવા ગામે દિપડો કૂવામાં પડી જતા રેસ્કયૂ કરી દિપડાને બચાવવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરના બાલવા ગામની સીમમાં આવેલ કુવામાં ગઈકાલે દિપડો પડી જતા આ અંગે જામજોધપુર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જામજોધપુર ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક દોડી જઈ દિપડાનું રેસ્કયુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવના પગલે ગ્રામજનોના ટોળા ઉમટયા હતાં.