જામનગર ખાતે તા: 11 ના રોજ JMA (Jamnagar Mutual Fund Distributor Asso.) ના ઉપક્રમે મ્યું. ફંડ ડીસ્ટ્રિબ્યુટરની AUM સાઈઝ કેમ વધારવી, સેબી ના rules and regulation ને રેગ્યુલર કેમ અમલ માં મુકવા જેવી વિવિધ બાબતો વિષે નો સેમિનાર હોટેલ આરામ ખાતે યોજાયો હતો. જેમાં જામનગર ના 58 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હાજર રહ્યા હતા.
આ સેમિનારમાં સ્પીકર તરીકે મુંબઈ ના સંજય ખત્રી એ અમુલ્ય માર્ગ દર્શન આપ્યું હતું. સંજય ખત્રી અંદાજે 2200 કરોડ નું AUM મેનેજ કરે છે ઉપરાંત 30,000 SIP (10 કરોડ ની SIP Book અને 2,64,000 ફોલિયો મેનેજ કરે છે. તેઓ FIFA (ફેડરેશન ઓફ IFA) ના ફાઉન્ડિંગ મેમ્બર છે. આ તકે JMA ના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, નીરવ ઓઝા, જ્યોતિરાજા સોઢા, રાજકોટ થી SKIFAA ના પ્રેસિડન્ટ ચેતનભાઈ નંદાણી, કમિટી મેમ્બર જયેશભાઈ સાંઘાણી, જીગ્નેશ ગોપની વગેરે હાજર રહ્યા હતાં.