Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયરાજનાધી દિલ્હીમાં આંધી સાથે વરસાદી તોફાન

રાજનાધી દિલ્હીમાં આંધી સાથે વરસાદી તોફાન

દેશના અનેક રાજ્યોમાં 3 દિવસ ઝંઝાવાતી વરસાદની ચેતવણી

- Advertisement -

આકરા ઉનાળાનો સામનો કરતા દેશનાં પાટનગર દિલ્હી સહીતનાં અનેક ભાગોમાં હવામાન પલ્ટો સર્જાયો છે. દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે આંધી-તોફાનનું તાંડવ સર્જાતા સંખ્યાબંધ વૃક્ષોનો સોથ વાળ્યો હતો અને મકાનો ધરાશાયી થયા હતા. ભીષણ ટ્રાફીક જામ વચ્ચે બે લોકોના મોત થયા હતા. જયારે 23 લોકો ઘાયલ થયા હતા. ઉતરાખંડ, તામિલનાડુ તથા રાજસ્થાનમાં પણ સમાન હાલત હતી અને અનેક રાજયોમાં વરસાદ-આંધી ફુંકાવાની આગાહી કરવામાં આવી હતી.પાટનગર દિલ્હી-એનસીઆરમાં મોડી રાત્રે એકાએક આંધીની આફત સર્જાઈ હતી. વરસાદ વચ્ચે આંધી ફુંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. મકાનો-ઈમારતો ક્ષતિગ્રસ્ત બન્યા હતા. જમીન દોસ્ત થયા હતા. વૃક્ષ નીચે દબાઈ જતા બે લોકોનાં મોત નિપજયા હતા. જયારે છ ઘાયલ થયા હતા. ઈમારત પડવાની ઘટનામાં 17 લોકો ઘાયલ થયા હતા.

- Advertisement -

ઝંઝાવાતનો પગલે અનેક ભાગોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.સતાવાર રીપોર્ટ પ્રમાણે રાત દરમ્યાન ઝાડ પડવાના 152 કોલ આવ્યા હતા. જયારે મકાન-ઈમારતો ઘસી પડવાના 55 કોલ આવ્યા હતા. માર્ગો પર વૃક્ષો ઘસી પડવાથી ઠેકઠેકાણે ટ્રાફીક જામ સર્જાયો હતો. ઝંઝાવાત દરમ્યાન જુદા જુદા ભાગોમાં 50 થી 77 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો. વરસાદ-ધુળ સાથેની આંધીથી વાહન ચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હોર્ડીંગ પણ ધરાશાયી થયા હતા.

પાટનગરમાં ખરાબ હવામાનને કારણે 9 ફલાઈટ જયપુર ડાઈવર્ટ કરવામાં આવી હતી. હવામાન વિભાગે લોકોને સુરક્ષીત સ્થળે રહેવા તથા બહાર નહી નીકળવાની સુચના જાહેર કરી હતી. બીજી તરફ દેશનાં અનેક રાજયોમાં વિજળીનાં કડાકાભડાકા સાથે ઝંઝાવાતી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. ઉતરાખંડ, તામીલનાડુ, રાજસ્થાન, પંજાબ, હરીયાણા, પશ્ચિમી ઉતર પ્રદેશ, મેઘાલય, અરૂણાચલ તથા કેરળમાં તોફાની વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળ તથા જમ્મુ-કાશ્મીરમાં પણ ખરાબ હવામાનનું ઓલેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ સુધી આ સ્થિતિ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, ઉતરપૂર્વ આસામ પર સાયકોલોનિક સરકયુલેશન સર્જાયુ છે. અન્ય એક સાયકલોનીક સરકયુલેશન પૂર્વીય બાંગ્લાદેશ પર છે.ઉપરાંત પૂર્વીય આસામથી ઉતરીય ઓરીસ્સા સુધી ટ્રફની સ્થિતિ છે. હિમાચલ પ્રદેશમાં તા.13 સુધી ખરાબ હવામાનનું એલર્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular