Wednesday, January 15, 2025
Homeરાજ્યરાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોનું ટેન્શન વધાર્યું

રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોનું ટેન્શન વધાર્યું

- Advertisement -

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યમાં વહેલી સવારે છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદ અને ભાવનગરમાં માવઠું થયું છે. આ ઉપરાંત માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજ્યમાં અનેક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોમાં આકરો તાપ અનુભવાયો હતો અને બપોર બાદ ભારે ઉકળાટથી લોકોને ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે સવારથી જ કેટલાક જિલ્લામાં અચાનક જ વતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. ભરઉનાળે કમોસમી વરસાદ ખાબકતા એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે.આજે સવારે ભાવનગરના કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું વરસ્યું છે. તો કચ્છના માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પણ અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. નોંધનીય છે કે આજે પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે. હજુ પણ 48 વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular