Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયદિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની વિચારણા

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની વિચારણા

ભાજપે મુખ્યમંત્રી વગરની સરકારને બંધારણીય કટોકટી ગણાવી : એર્ટની જનરલ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ પણ મગાવી શકાય છે

- Advertisement -

પાટનગરના શરાબ કાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને તા.1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડી લેવાતા હવે પાટનગરની રાજય સરકારમાં મુખ્યમંત્રી વગર જ સરકારનું સંચાલન એ મુદો બની ગયા છે અને ભાજપે તેને બંધારણીય કટોકટી તરીકે ગણાવી છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર પણ એકશનમાં આવી છે.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે દિલ્હીના ઉપરાજયપાલનો રિપોર્ટ મંગાવ્યા બાદ રાજયની કેજરીવાલ સરકારને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન પણ લાદવાની શકયતા પર સંકેત આપ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ આ અંગે કેન્દ્ર અને દિલ્હીની લેફટ ગવર્નર ઓફિસ સતત સંપર્કમાં છે અને એટર્ની જનરલ ઓફ ઈન્ડીયાનો રિપોર્ટ પણ મંગાવી શકાય છે.

દેશમાં એવું પ્રથમ વખત બન્યુ છે કે, કોઈ રાજયનો મુખ્યમંત્રી ‘જેલ’માં છે અને તેના વગર સરકાર ‘ચાલી’ રહી છે. અગાઉ ઝારખંડમાં તત્કાલીન મુખ્યમંત્રી હેમંત સોરેને તેમની ધરપકડના કલાક પુર્વે જ રાજીનામુ આપી દીધુ હતું અને વૈકલ્પિક સરકાર રચાઈ ગઈ હતી પણ કેજરીવાલે જેલમાંથી સરકાર ચલાવવાની જાહેરાત કરી છે અને આ અંગે બે આદેશ પણ તેઓએ જેલમાંથી જાહેર કર્યા હતા.

- Advertisement -

ગઈકાલે જ દિલ્હી હાઈકોર્ટે જો કે મુખ્યમંત્રી જેલમાં હોય તો તેણે રાજીનામુ દેવું પડે તેવી માંગ સાથેની અરજી ફગાવી હતી પણ કેન્દ્રની મોદી સરકાર હવે અલગ એંગલથી વિચારે છે. કેજરીવાલની હાલની રીમાન્ડ પુરી થયા બાદ સીબીઆઈ એક અન્ય કેસમાં તેમની ધરપકડ કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular