Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરદ્વારકા જિલ્લાના 800 જેટલા કોંગ્રેસીઓએ કેસરિયા ધારણ કર્યા - VIDEO

દ્વારકા જિલ્લાના 800 જેટલા કોંગ્રેસીઓએ કેસરિયા ધારણ કર્યા – VIDEO

જિલ્લા કોંગી અગ્રણી, તાલુકા પંચાયત સદસ્ય, વિવિધ મોરચાના પ્રમુખ, કાર્યકરો સહિતનાએ કોંગ્રેસનો સાથ છોડયો : સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મુળુભાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ મયૂરભાઇ સહિતનાએ ખેસ પહેરાવી આવકાર્યા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થયો હોય, તેવો માહોલ સર્જાયો છે. દ્વારકા જિલ્લાના સરપંચો, વિવિધ સેલના પ્રમુખ, મંત્રીઓ સહિત 800 જેટલા કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયૂરભાઇ ગઢવીની ઉપસ્થિતિમાં કેસરીયા ધારણ કર્યા હતાં. એક સાથે આટલી સંખ્યામાં કાર્યકરો ભાજપામાં જોડાતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

- Advertisement -

એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી ચૂકી છે. ત્યારે બીજીતરફ કોંગ્રેસના હોદ્ેદારો કાર્યકરો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને ભાજપમાં જોડાઇ રહ્યા છે. વડાપ્રધાનની કાર્યશૈલી અને દેશમાં થતાં વિકાસ કાર્યો સહિતની બાબતોને લઇ કોંગ્રેસના ધારાસભ્યથી લઇ કાર્યકરો સુધી અનેક દિગ્ગજો કોંગ્રેસને રામરામ કરી રહ્યા છે. ત્યારે દેવભમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થયો છે. 800 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ પકડયો છે.

- Advertisement -

દ્વારકા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લા પંચાયત સદસ્ય એભાભાઇ કરમુર, વિરોધપક્ષ નેતા અને તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઇ નંદાણીયા, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણભાઇ ચાવડા, દ્વારકા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ કિશનભાઇ ભાટીયા, તાલુકા પંચાયત સદસ્ય વાડીનાર માલસીભાઇ ડાહિયા, દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાવન કરુમર, એપીએમસી ડિરેકટર ખંભાળિયા બાબુભાઇ ગોજીયા ઉપરાંત 14 જેટલા સરપંચો તેમજ પૂર્વ સરપંચો સહિત 800 જેટલા કોંગી આગેવાનો, હોદ્ેદારો, કાર્યકરોએ ઢોલ નગારા સાથે કેસરીયા ધારણ કર્યા હતાં. વિકાસલક્ષી અભિગમ તેમજ સામાન્ય જનતા લક્ષી પાર્ટીની કામગીરીથી પ્રભાવિત થઇને કોંગી કાર્યકરોએ ભાજપમાં જોડાઇને લોક સેવાલક્ષી અભિગમ અપનાવ્યો હોવાના પ્રતિભાવો તેઓએ વ્યક્ત કર્યા હતાં.

ખંભાળિયા ખાતે બેઠક રોડ ઉપર આવેલી રાજપૂત સમાજની વાડી ખાતે સાંસદ પૂનમબેન માડમનું સંમેલન યોજાયું હતું. જેમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયૂરભાઇ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ પરિવારના પી.એસ. જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને કોંગ્રેસના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતાં. આ તકે ખંભાળિયાના વિવિધ વેપારી મંડળો તથા એસોસિએશન સહિતની સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ખંભાળિયા શહેર તથા જિલ્લાભરના ભાજપના આગેવાનો, હોદ્ેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular