રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય બેંકોને સાયબર એટેકના ખતરાને લઈને એલર્ટ કર્યા છે. સેન્ટ્રલ બેંકને આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારતની કેટલીક બેંકો ઉપર આવનારા દિવસોમાં સાયબર એટેક વધી શકે છે. આ એલર્ટની સાથે સાથે રિઝર્વ બેંકે બેંકોમાં સાયબર સિક્યુરિટી વધારવા માટે સૂચનો કર્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે બેંકિંગ ઈન્ડ્રસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આ વાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે સેન્ટ્રલ બેંકે કેટલીક બેંકોને સાયબર એટેકના વધતા ખતરા માટે તૈયાર રહેવા કહ્યું છે અને જોખમ ઘટાડવા માટે સિક્યુરિટી વધારવાની પણ સલાહ આપી છે. છઇઈંએ આ ચેતવણીની સાથે બેંકોને એ મુદ્દાઓ વિશે પણ જણાવ્યું છે, જ્યાં તેમને સાયબર સુરક્ષા સુધારવા માટે કામ કરવાની જરૂર છે.
આરબીઆઇએ હાલમાં જ બેંકોના જોખમને નિપટાવાની તૈયારીઓની સમીક્ષા કરી છે. તેના માટે રિઝર્વ બેંક દ્વારા સાયબર સિક્યોરિટી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પરીક્ષા લેવામાં આવે છે, જેમા વિવિધ બેંકોની આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ, ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મની ક્ષમતાઓ, ફ્રોડ પકડવાની વ્યવસ્થા વગેરેની તપાસ કરવામાં આવે છે.
ડિજિટલ બેંકિંગમાં વધારો થતાની સાથે સાથે સાયબર હુમલાના જોખમો પણ વધી ગયા છે. જેના કારણે, સાયબર તેમજ આઈટીની અલગથી સમીક્ષા કરવાની જરૂર પડે છે. ઈજશલવિં હેઠળ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઇન્સ્પેક્શન ટીમ દરેક બેંકની ઈંઝ સિસ્ટમ્સને બરોબર ચેક કરે છે. તપાસ દરમિયાન એ બાબતોની ઓળખ કરવામાં આવે છે કે, ક્યા વધારે જોખમ રહેલુ છે. ત્યાર બાદ બેંકોએ આ સિસ્ટમ્સ કેવી રીતે બરોબર કરવી તેના વિશે સલાહ આપવામાં આવે છે.