ભારતીય સેના દેશને દુશમનોથી બચાવવાના કે લોકોને મુશ્કેલ પરિસ્થિતિમાં બહાર કાઢવામાં હંમેશા મોખરે ઉભી જોવા મળે છે. સેનાએ આવું જ એક બહાદુર પરાક્રમ કર્યું હતું, જેમાં સેનાના જવાનો પોતાના જીવ જોખમમાં મૂકીને પણ હિમવર્ષાને કારણે ફસાયેલા 500 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવ્યા હતા.
ભારતીય સેનાના જવાનોએ બુધવારે સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર નાથુલામાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 કરતા પણ વધારે પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. સેનાના નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ બચાવ્યા હતા.