Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરગ્રેઇન માર્કેટ નજીક જુની મનમોહન માર્કેટના જર્જરીત રવેશનો ભાગ તૂટી પડયો

ગ્રેઇન માર્કેટ નજીક જુની મનમોહન માર્કેટના જર્જરીત રવેશનો ભાગ તૂટી પડયો

નાસ્તાની બે લારીઓનો ભુક્કો બોલી ગયો : એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

- Advertisement -

જામનગર શહેરમાં કડીયાવાડ વિસ્તારમાં આવેલ સટ્ટાબજાર નજીક જુની મનમોહન માર્કેટનો રવેશ જર્જરીત તૂટી પડતાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર સાથે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ કડીયાવાડ, ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં સટ્ટાબજાર પાસે આવેલ જુની મનમોહન માર્કેટ હાલમાં લાંબાસમયથી જર્જરીત હાલતમાં હોય, આ દરમિયાન આજરોજ સવારના ભાગે આ બિલ્ડીંગનો રવેશનો જર્જરીત ભાગ તૂટીને પડયો હતો. જેમાં બિલ્ડીંગની નીચે ખાઉધરી ગલીમાં રહેલી નાસ્તાની બે લારીઓનો ભુક્કો બોલી ગયો હતો. આ જર્જરીત ભાગ પડતાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલ્કિ ધોરણે 108 મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular