Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારજામનગર-લાલપુર હાઈ-વે પર ટ્રેકટરની ટ્રોલી પાછળ મોટરસાઈકલ ઘુસી જતાં વૃધ્ધનું મૃત્યુ

જામનગર-લાલપુર હાઈ-વે પર ટ્રેકટરની ટ્રોલી પાછળ મોટરસાઈકલ ઘુસી જતાં વૃધ્ધનું મૃત્યુ

- Advertisement -

જામનગર-લાલપુર હાઈ-વે પર લાલપુર નજીક કુકડા કેન્દ્ર પાસે જાહેર માર્ગ પર ટે્રકટરની ટ્રોલી સાથે બાઈક અથડાતા બાઈકચાલક દેવગઢ ગામના વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના દેવગઢ ગામમાં રહેતાં કાનાભાઈ ભીખાભાઈ ઝૂંઝા નામના 60 વર્ષના વૃધ્ધ ગત તા.31 જાન્યુઆરીના રોજ પોતાનું જીજે-10-બીએચ-2858 નંબરનું મોટરસાઇકલ લઇને જઈ રહ્યા હતાં આ દરમિયાન લાલપુર નજીક કુકડા કેન્દ્ર પાસે જીજે-01-એફકયુ-3249 નંબરના ટ્રેકટરટ્રોલીના ચાલકે કોઇપણ પ્રકારની સાઈડ, બેરીગેટ કે નિશાની રાખ્યા વિના પોતાનું ટ્રેકટર ટ્રોલી સાથે માર્ગ પર વચ્ચે રાખતા આ ટ્રેકટરની ટ્રોલી પાછળ બાઈકચાલક વૃધ્ધ અથડાઇ પડયા હતાં અને તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તા.05 ફેબ્રુઆરીના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અકસ્માતનો બનાવ અંગે મૃતકના પુત્ર ખોડાભાઈ કાનાભાઈ દ્વારા બેદરકારી પૂર્વક માર્ગ પર ટે્રકટર ઉભુ રાખનાર ટે્રકટરના ચાલક વિરૂધ્ધ લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે લાલપુર પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવા શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular