Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાનને જૂની અદાવતનો ખાર રાખી માર માર્યો

જામનગરમાં યુવાનને જૂની અદાવતનો ખાર રાખી માર માર્યો

- Advertisement -

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એક યુવાનને અગાઉની બોલાચાલીના સમાધાન માટે બોલાવી માર માર્યાની તેમજ જાતિ પ્રત્યે હડધૂત કર્યાની ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં અલસફા સોસાયટી શેરી નં.3 માં રહેતાં અને ટ્રકમાં કલીનરનું કામ કરતા અલ્તાફ ઉર્ફે રાસીદહુશેન કકલ નામના યુવાનને અફઝલ ખફી સાથે અગાઉ ઢીચડા ગામે બોલાચાલી થઈ હતી. તેનું સમાધાન કરવા માટે આરોપી સીદીક ચન્નાએ લલચાવીને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લઇ ગયો હતો. ત્યાં અગાઉના મનદુખને કારણે સીદીક ચન્ના અને કચ્છીવાઘેર દ્વારા ફરિયાદી અલ્તાફને પકડી રાખ્યો હતો. અને અન્ય બે આરોપી અફઝલ ખફી તથા એજાજ મલેકે અપશબ્દો બોલી વાયરના હન્ટરથી શરીરે આડેધડ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે અલ્તાફભાઈ દ્વારા જામનગર સીટી એ ડીવીઝનમાં અફઝલ ખફી, એઝાજ મલેક, કચ્છી વાઘેર તથા સીદીક ચના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular