Tuesday, December 24, 2024
Homeરાજ્યદુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટેના ગેરકાયદેસર ઇન્જેક્શન સાથે શખ્સ ઝડપાયો

દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટેના ગેરકાયદેસર ઇન્જેક્શન સાથે શખ્સ ઝડપાયો

કેમિકલ સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરતી એસ.ઓ.જી.

- Advertisement -

ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા એક આધેડને એસ.ઓ.જી. પોલીસે દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન બનાવવાની મીની ફેક્ટરી સાથે લીધો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની એસ.ઓ.જી. સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ તથા ભીખાભાઈ ગાગીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ચોખંડા ગામના ઝાપા પાસે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા કરસન નારણભાઈ ગોજીયા નામના 53 વર્ષના આહિર આધેડના પશુ બાંધવાના વાડામાં ગેરકાયદેસર રીતે દુધાળા પશુઓ વધુ અને નિયમિત દૂધ આપે તે માટેના ઇન્જેક્શનો બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ખુલવા પામ્યું હતું.

આ સ્થળે પોલીસ સ્ટાફે કરેલી કાર્યવાહીમાં પશુઓના વધુ દૂધ મેળવવા માટે ઉપયોગમાં લેવાતા ચોક્કસ ઇન્જેક્શનમાં વપરાતા ચોક્કસ કંપનીના કેમિકલ તેમજ અન્ય પેકિંગનો મુદ્દામાલ પોલીસે આ સ્થળેથી કબજે કર્યો હતો. આ મુદ્દામાલની કિંમત રૂપિયા 3,180 ગણવામાં આવી છે.

- Advertisement -

આથી પોલીસે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, વધુ તપાસ અર્થે આરોપી તથા મુદ્દામાલનો કબજો ભાણવડ પોલીસને સોંપ્યો છે. આ અંગેની કાર્યવાહી ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા, હરદેવસિંહ જાડેજા તથા રણમલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular