Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓ. બેંકના ડાયરેકટર ઈલેશભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી અવસાન

ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓ. બેંકના ડાયરેકટર ઈલેશભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી અવસાન

- Advertisement -

જામનગર જિલ્લા સહકારી ક્ષેત્રના આગેવાન તથા જામનગર ઝિલ્લા સહકારી બેંકના ડાયરેકટર ઈલેશભાઈ ડાહ્યાભાઈ પટેલ (બોરીયાવીવાળા) નું હૃદયરોગના હુમલાથી અવસાન નિપજ્યું છે. આ દુ:ખ સમાચાર પ્રસરતા સહકારી ક્ષેત્રમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

- Advertisement -

જામનગર જિલ્લા સહકારી પ્રવૃત્તિના મહત્વપૂર્ણ યોગદાન આપનારા ડાહ્યાભાઈ ફુલાભાઈ પટેલના પુત્ર એવા ઈલેશભાઇ પટેલે જામનગર માર્કેટ યાર્ડમાં વર્ષો સુધી સેક્રેટરી તરીકે સેવા આપી હતી. અને ત્યાંથી નિવૃત્ત થયા પછી તેઓ જામનગર જિલ્લા સહકારી બેંકના ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યાં હતાં.

જામનગરમાં પોતાના નિવાસસ્થાને ઈલેશભાઈ પર હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જે જીવલેણ નિવડયો હતો. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન (શરૂ સેકશન રોડ નજીક વી માર્ટની પાછળ) ખાતેથી તા.18 ના બપોરે 3 વાગ્યે નિકળશે. સ્વ. તેઓની પાછળ પત્ની-પુત્ર કિશન તેમજ એક પુત્રી, ભાઈઓ હિતેશભાઇ, ભરતભાઈ સહિતના પરિવારજનો તેમજ વિશાળ મિત્ર વર્તુળને વિલાપ કરતા છોડી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular