Thursday, February 29, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં ગુરૂદ્વારામાં ગ્રંથસાહેબના દર્શન કરતા ભાગવત કથાકાર જીગ્નેશ દાદા

Video : જામનગરમાં ગુરૂદ્વારામાં ગ્રંથસાહેબના દર્શન કરતા ભાગવત કથાકાર જીગ્નેશ દાદા

- Advertisement -

જામનગરમાં ગુરૂ ગોબિંદસિંઘની 358મી જન્મજયંતીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ત્યારે પ્રસિધ્ધ ભાગવત કથાકાર જીગ્નેશ દાદાએ પણ ગુરૂદ્વારામાં ગ્ંરથસાહેબના દર્શન કર્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરમાં હાલમાં ભાગવત કથાકાર જીગ્નેશ દાદાના વ્યાસાસનેે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. આજરોજ જામનગરમાં ગુરૂદ્વારા ગુરૂસિંઘ સભામાં ગુરૂ ગોબિંદસિંઘની 358મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂદ્વારામાં શબ્દ કિર્તન, ગુરૂ કા લંગર પ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યાં હતાં. ત્યારે પ્રખ્યાત ભાગવત કથાકાર જીગ્નેશ દાદા પણ ગુરૂદ્વારા ખાતે પહોંચ્યા હતાં અને ગુરૂ ગ્ંરથસાહેબના દર્શન કર્યા હતાં. ગુરૂદ્વારા ખાતે પહોંચેલા ભાગવત કથાકાર જીગ્નેશ દાદાનું ગુરૂદ્વારા શિખ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાગવત કથાકાર જીગ્નશે દાદાની સાથે બાદલભાઈ રાજાણી, વિપુલભાઈ કોટક, નિરજભાઈ દત્તાણી, જયેશભાઈ મારફતિયા, રાજુભાઈ મારફતિયા, અતુલભાઈ રાજાણી સહિતના તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular