રામનામની ગુંજ આજે અયોધ્યાથી નીકળીને આખા દેશમાં ફેલાઈ રહી છે. ત્યારે ભાવનગરના બે યુવાનોએ ભગવાન શ્રીરામના દર્શન કરવા ભગવાન શ્રીકૃષ્ણના આશિર્વાદ મેળવીને અયોધ્યા સુધીની આ યાત્રાનો પ્રારંભ કર્યો છે. સમગ્ર વિશ્વ અત્યારે રામમય બન્યું છે. જય જય શ્રી રામના નારા દરેક ગામમાં થઈ રહ્યા છે ત્યારે દરેક હિંદુ આ અવસરને પોતાની આસ્થા મુજબ ઉજવી રહ્યો છે. જેમાં ભાવનગરના આ બંને યુવાનોએ સાયકલ યાત્રા દ્વારા અયોધ્યા પહોંચીને ભગવાન શ્રી રામના દર્શન કરવાની ઈચ્છા સાથે આ યાત્રાનો આરંભ કર્યો છે.
તરૂણ આહિર અને જયદીપ આહિર નામના બે યુવાનો એ 7/1/2024 થી ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને 1800 કિ.મ. ની સાયકલ યાત્રા દ્વારા અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરવા જઇ રહ્યા છે. ભગવાન શ્રી રામને 500 થી વધુ વર્ષોના સંઘર્ષ બાદ આજે જ્યારે પોતાના મંદિરમાં પૂન: પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે દરેક સનાતન બંધુઓ માટે આ એક ગર્વની ક્ષણ છે. દરેક શહેરમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. અને લોકો ખૂબ જ માન આપીને આર્શિવાદ આપી રહ્યા છે. આશરે 30 દિવસ જેટલી 1800 કિ.મી. આ યાત્રા કરીને બંને બંધુઓ ભગવાન શ્રી રામના દર્શન કરશે.