Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પતિ સાથે ફોનમાં વાત કર્યા બાદ પત્નીની આત્મહત્યા

જામનગરમાં પતિ સાથે ફોનમાં વાત કર્યા બાદ પત્નીની આત્મહત્યા

ગુલાબનગર વિસ્તારમાં પિતાના ઘરે મોબાઇલમાં વાતચીત બાદ મનમાં લાગી આવ્યું : ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી: પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર રવિપાર્ક વિસ્તારમાં પતિ સાથે મોબાઇલમાં વાત કરતા કરતા કોઇ વાતનું મનમાં લાગી આવતા યુવતીએ તેના પિતાના ઘરે પતરાની આડીના પાઈપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર રવિ પાર્કમાં રહેતા સલીમભાઈ અલીભાઇ સૈયદ નામના મજૂરી કામ કરતા યુવાનના ઘરે તેની પુત્રી સીમરનચાંદ મુસ્તાક સૈયદ (ઉ.વ.20) નામની યુવતી શનિવારે રાત્રિના સમયે ઉપરના માળે તેણીના પતિ સાથે મોબાઇલ ફોન પર વાતો કરતી હતી તે દરમિયાન કોઇ વાતનું મનમાં લાગી આવતા પતરાની આડીમાં પાઇપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સલીમભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular