કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે લાલો હાલુભા જાડેજા નામના 31 વર્ષના પોલીસે રૂા. 2,400 ની કિંમતના જુદા-જુદા બ્રાન્ડના 24 ચપલા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે રાણપરના સાગર બાવાજીનું નામ ખુલવા પામ્યું છે.
અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રાહુલ વેજાણંદભાઈ ભોચીયા નામના 25 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂા. 1,200 ની કિંમતની વિદેશી દારૂની ત્રણ બોટલ કબ્જે લીધી હતી. આ પ્રકરણમાં ભોપલકાના દિગ્વિજયસિંહ ઉર્ફે લાલો જાડેજાને ફરારી જાહેર કરવામાં આવ્યો છે.