રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત, જામનગર મહાનગર પાલિકા અને જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલિત જામનગર મહાનગરપાલિકાની વોર્ડકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા.19 ડિસેમ્બરના રોજ જામનગર શહેરના તમામ વોર્ડમાં કુલ 21,000 થી વધુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 18,000 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જામનગર મહાનગરપાલિકાનાં તમામ 16 વોર્ડમાંથી બહોળી સંખ્યામાં નાગરિકોએ સૂર્યનમસ્કાર વોર્ડકક્ષા સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી તમામ કેટેગરીમાંથી પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલા નાગરિકોએ આગામી તા.23 ડિસેમ્બરના રોજ ઝોનકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. તેમજ તેમને રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ઈનામ અને સર્ટીફીકેટ આપવામાં આવશે. આ સ્પર્ધામાં જામનગર મહાનગર પાલિકાના વોર્ડ વાઈઝ વિજેતા બનેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે.
(1) વોર્ડ નંબર 1 : સિદ્ધરાજસિંહ જાડેજા, તબસ્યા સઈચા, પૂજયા કિષ્નારાજ સોનગરા, ઈશિતા ભરાડીયા, અતુલ ગલાની અને ઉરવી જોષી.
(2) વોર્ડ નંબર 2 : ગજેરા કિશય, સોમાણી શિલ્પા, તવર આરતી, જાડેજા રાજેન્દ્રસિંહ અને તેજલબેન વડનગરા.
(3) વોર્ડ નંબર 3 : ગોંડલીયા જેમીલ, ભટ્ટ ઋત્વિ, રાજવીરસિંહ સોઢા, સવનીયા હિરલ, હાર્દિકભાઈ ધોળકીયા અને પુનમબેન મકવાણા.
(4) વોર્ડ નંબર 4 : ધવલ કેવલભાઇ ડી., નેહા કિશોરભાઈ તુલસી, ગોહીલ કૌશિક તુલસી, પરમાર હેમાંશી, સિંગલ સંદિપકુમાર એ. અને રીનાબેન હરપાળ.
(5) વોર્ડ નંબર 5 : વિવેક ઠાકુર, ખુશી સોલંકી, માંકડ મીત, કરમુર શિલ્પા, અમિતભાઇ પી.સંઘવી અને કિરણબેન ચૌહાણ.
(6) વોર્ડ નંબર 6 : યાદવ આદિત્ય, હાથલીયા પ્રિયાંશી, ધવલ વ્યાસ, સોનમ ગૌતમ, પરેશ ઝિલ્કા અને ભાવના મોલીયા.
(7) વોર્ડ નંબર 7 : માઘવ વિજયભાઈ પ્રજાપતિ, દીપિકા સોલંકી, નીરજ પોરેચા, શિલ્પા સાવલીયા, હરેશભાઈ એસ.ચૌહાણ અને કામિનીબેન અશ્વિનભાઈ પંડ્યા.
(8) વોર્ડ નંબર 8 : પઢીયાર આશિષ, ઈશા વેકરિયા, ગાધેર કરન, બાબરીયા દર્શિકા, મોરશીયા શાંતિલાલ અને શેઠીયા કૈલાશ.
(9) વોર્ડ નંબર 9 : હુસેન શેખ મોહિન, ફરજ આહિરા, કાસોદિયા સુભદ્ર, ચૌહાણ મમતા, તરુણભાઈ ગુસાણી અને આરતીબેન વારા.
(10) વોર્ડ નંબર 10 : ચિરાગ હસમુખભાઈ સોલંકી, ડાભી બંસી, ઝેઈનબ દીવાન, બાબજી એ. ચૌહાણ અને જૈનાબેન ટીટીયા.
(11) વોર્ડ નંબર 11 : ગૌસ્વામી કરન, પરમાર કિશા, વાડોલીયા વિજય, પરમાર નેહા, મહેતા નિલેષભાઈ અને જાડેજા ઈલાબા.
(12) વોર્ડ નંબર 12 : એહમદ છુટાણી, સુચી દલસાણીયા, હરેન્દ્ર પરમાર, ઝેનાબ મોદી, સંદીપ મેહતા અને અમિતાબેન વિરાણી.
(13) વોર્ડ નંબર 13 : વાહિદ શબીરભાઈ, રોશની ચંદ્રનસિંહ ઠાકુર, પરેશભાઈ સહેત્યા, રાખી નાખવા, રાહુલભાઈ ગોંડલીયા અને નીતાબેન પંચમતીયા.
(14) વોર્ડ નંબર 14 : પરમાર સમીર, બારોટ નેહલ કમલેશભાઈ, રાઠોડ સંદીપભાઈ જીવનભાઈ, હિનોલીશા શ્રેયાંશભાઈ, ચાંદ્રા હિમંતભાઈ અને સુમડ ભારતીબેન
(15) વોર્ડ નંબર 15 : નાય અરમાન, ભારદીયા માહી, કાછડીયા વર્ષા, ભણસાણી રોહિત અને ભારદીયા પ્રીતિ.
(16) વોર્ડ નંબર 16 : શિવા રામવૃક્ષ વર્મા, ચુડાસમા જિનલ, જેઠવા વિશાલ, પરમાર પ્રીતિ, પાંભર નારણ બી. અને નંદા નીતાબેન.
આ તમામ સ્પર્ધકોએ આગામી તા.23 ડિસેમ્બરના રોજ જામનગર મહાનગર પાલિકાની ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રતિનિધિતત્વ કરવાનું રહેશે. આ સ્પર્ધા અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા પંચાયતની સામે- આ સ્થળે સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલીયા, જામનગર શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.