Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ભાઈ-બહેનના લીંબડી નજીક કાર અકસ્માતમાં મોત

જામનગરના ભાઈ-બહેનના લીંબડી નજીક કાર અકસ્માતમાં મોત

- Advertisement -

જામજોધપુર ગામમાં નિલકંઠનગર વિસ્તારમાં રહેતો યુવાન તેની બહેન સાથે જામનગરથી બારડોલી તરફ જઈ રહ્યા હતાં ત્યારે લીમડી ધોરીમાર્ગ પર છાલીયા તળાવ પાસે યુવાનની કાર પાર્ક કરેલા અજાણ્યા વાહન પાછળ ઘુસી જતાં અકસ્માતમાં સગા ભાઇ-બહેનના મોત નિપજ્યા હતાં.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના જામજોધપુર ગામમાં આવેલા નિલકંઠનગર વિસ્તારમાં રહેતાં કલ્પેશભાઈ પ્રભુદાસભાઈ મજેઠીયા (ઉ.વ.39) નામના યુવાને બારડોલીમાં ચાલી રહેલા એકઝીબીશનમાં સ્ટોલ રાખ્યો હતો જ્યાં તેની સાથે તેના સગા બહેન શિલ્પાબેન નિલેશભાઈ સવજાણી (ઉ.વ.42, રહે. જામનગર) ની સાથે જામનગર થી બારડોલી તેની કારમાં જઇ રહ્યા હતાં. તે દરમિયાન રાત્રિના સમયે લીંબડી નજીક આવેલા છાલીયા તળાવ પાસે પહોંચ્યા ત્યારે યુવાનની કાર રોડ પર પાર્ક કરેલા વાહન સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માત થતા લોકો એકત્ર થઈ ગયા હતાં અને જાણ કરાતા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ અકસ્માતની ઘટના એટલી ગંભીર હતી કે ભાઈ-બહેનને કારમાંથી બહાર કાઢવા માટે દોઢ કલાકની જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ બન્નેના મોત નિપજ્યા હોવાથી પીએમ માટે લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. બનાવમાં મૃતક શિલ્પાબેનના પતિ નિલેશભાઈ દ્વારા જણાવ્યું હતું કે, તેના સાળા કલ્પેશભાઈએ બારડોલીના એકઝીબીશનમાં જયુસનો સ્ટોલ રાખ્યો હતો. જેમાં મદદ કરવા માટે તેની બહેન શિલ્પા સાથે જઈ રહ્યા હતાં અને જામનગરથી રવાના થયા બાદ અકસ્માત થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular