ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા નવુભા દેવાભા સુમણીયા નામના 28 વર્ષના યુવાન ગાયત્રી નગર વિસ્તારમાં આવેલી પોતાના મામાની દુકાને બેઠા હતા, ત્યારે એક સ્કોર્પિયો મોટરકારમાં આવેલા ભોજાભા બબાભા સુમણીયા અને વલૈયાભા સુમણીયા તેમજ તેઓ સાથે આવેલા અન્ય એક અજાણ્યા શખ્સ મળી, કુલ ત્રણ શખ્સોએ કોઈ કારણોસર ફરિયાદી નવુભાને બિભત્સ ગાળો કાઢી, છરી વડે હુમલો કરીને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે એક અજાણ્યા સહિત તમામ ત્રણ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.