Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગર35 દિવસમાં 1093 ઢોર પકડયાનો જામ્યુકોનો દાવો

35 દિવસમાં 1093 ઢોર પકડયાનો જામ્યુકોનો દાવો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 35 દિવસમાં 1093 ઢોર પકડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે. શહેરના લગભગ તમામ માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા જોવા મળી રહી છે. રખડતા ઢોરને કારણે અનેક વખત અકસ્માતો પણ બનતા રહે છે અને નાગરિકો રખડતા ઢોરનો ભોગ બનતા રહે છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ધ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા ઘનિષ્ટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરો પકડવા માટે 4-ટીમોની રચના કરી, પોલિસ બંદોબસ્ત સાથે દૈનિક બે શિફટમાં બે ટીમો મારફત કામગીરી કરવામાં આવે છે. જે અનુસંધાને ગત માસથી હાલ સુધીમાં કુલ-1093 જેટલા ઢોરોને પકડવામાં આવેલ તથા ચાલુ વર્ષે કુલ-4ર96 જેટલા ઢોરોને પકડવામાં આવ્યા છે. તેમજ 2000 પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. તેમજ કુલ-247 ઢોરોને ટેગીંગ કરી દેવામાં આવેલ છે. ઢોર માલિકો પાસેથી ગત માસમાં રૂા.3,25,000નો દંડ વસુલવામાં આવ્યો છે.

આગામી સમયમાં આ 4-ટીમો મારફત પોલિસ બંદોબસ્ત સાથે શહેરમાં ઢોર પકડવાની કામગીરી વધુ સઘન ઝુંબેશ બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે. ગત માસમાં જાહેરમાં ઢોર છોડી મુકવા / જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા કુલ-45 આસામી સામે એફ.આઈ.આર. નોંધવામાં આવી છે અને જાહેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે, તેવા કિસ્સામાં ઢોર માલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. જેની દરેક ઢોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular