હાલારતિર્થ આરાધનાધામમાં ચાર દિકરીઓની દિક્ષા યોજાવાની છે. જેનો ત્રણ દિવસનો ઉત્સવ છે. તા. 5,6 તથા 7ના દિવસે દિક્ષા ગ્રહણ કરશે. જેમાંની મોહનનગર જૈન સંઘના આંગણે શર્મિષ્ઠાબેન તથા દિલીપભાઇ નિર્મલની પુત્રી મુમુક્ષુ ધારાનો ગઇકાલે વર્ષિદાનનો વરઘોડો યોજાયો હતો. સવારે વર્ષિદાનનો વરઘોડો યોજાયા બાદ સાંજે વિરતીના વધામણા પ્રસંગનો પ્રારંભ થયો હતો. મોહનનગર આવાસ નજીકથી વર્ષિદાનનો વરઘોડો સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ ધાર્મિક કાર્યક્રમોમાં સાધુ-સાધ્વી તથા જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.