જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શહેરમાં આવેલ લાલપુર બાયપાસ હાઇવે સફાઈ શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં માન. મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી. એન. મોદી, તમેજ મ્યુની. સભ્યઓ, દરેક શાખાના શાખા અધિકારી તેમજ શાખાના કર્મચારીઓ તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા અને શ્રમદાન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને સફાઈ કર્મચારીઓ દ્વારા આશરે 1008 કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું જેમાંથી એકત્રિત થયેલ કચરાનું 01 જે.સી.બી., 08 ટ્રેક્ટર અને 04 ટાટા 407 કચરા નીકાલ વાહનો દ્વારા પ્રતિ વાહન 02 ટ્રીપ મારફાત 40.24 ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવ્યો હતો.