જોડિયા તાલુકાના બાદનપર ગામમાં રહેતો યુવાન તેના બાઈક પર ધ્રોલ જતો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલા ટ્રકચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાદનપર ગામમાં રહેતાં પ્રાંજલભાઈ ધનજીભાઈ સંતોકી નામનો યુવાન રવિવારે સાંજના સમયે તેના જીજે-10-એડી-2424 નંબરના બાઈક પર ધ્રોલ તરફ જતો હતો ત્યારે ભાદરા પાટીયા સર્કલ પાસે પહોંચ્યો તે સમયે પાછળથી પૂરપાટ આવી રહેલા જીજે-36-ટી-0284 નંબરના ટ્રકચાલક જનકસિંહ સોલંકી એ બાઈકને ઠોકર મારી હડફેટે લેતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું બનાવ અંગે મૃતકના કાકા લાલજીભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.એલ. ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.