Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારજામનગર તાલુકાના સચાણામાં કૌટુંબિક ભાઈઓ દ્વારા પિતરાઇ ઉપર હુમલો

જામનગર તાલુકાના સચાણામાં કૌટુંબિક ભાઈઓ દ્વારા પિતરાઇ ઉપર હુમલો

વાડી વાવવાના મનદુ:ખનો ખાર રાખી ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો : યુવાન અને બે મહિલા સહિત ત્રણને ઈજા: ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે વાડી વાવવાના મનદુ:ખ રાખી ચાર શખ્સોએ પિતરાઈ યુવાન અને પરિવાર ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી મોબાઇલ ફોન તોડી નાખ્યાના બનાવમાં ઘવાયેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતાં ઈમ્તિયાઝ સુલેમાનભાઈ ગજિયા નામના યુવાનને તેના કૌટુંબિક જાકિર ઈબ્રાહિમ ગજિયા સાથે તેમના મોટાબાપુ તૈયબભાઈ ઈસાભાઈની વાડી વાવવા બાબતનું મનદુ:ખ ચાલતુ હતુ જેનો ખાર રાખી રવિવારે સવારના સમયે જાકીર ઈબ્રાહિમ ગજિયા, રફિક ઈબ્રાહિમ ગજિયા, હુશેન રફિક ગજિયા, નવાઝ રફિક ગજિયા નામના ચાર શખ્સોએ એકસંપ કરી ઈકો કારમાં ઈમ્તિયાઝના ખેતરે આવે જેમ-ફાવે તેમ અપશબ્દો બોલી ઈમ્તિયાઝ તથા રીયાનાબેન, જેનાબેન ઉપર બોલાચાલી અને ઝઘડો કરી આડેધડ માર માર્યો હતો તેમજ આડેધડ માર મારતા બે મહિલાઓ વચ્ચે પડયા હતાં તેના ઉપર પણ હુમલાખોરોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. મારામારી દરમિયાન હુમલાખોરોએ ઈમ્તિયાઝનો મોબાઇલ તોડી નાખ્યો હતો. હુમલામાં ઘવાયેલા ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

બનાવની જાણ થતા પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે હોસ્પિટલે દોડી ગયો હતો અને ગંભીર ઘવાયેલા ઈમ્તિયાઝભાઈના નિવેનદના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular