Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર''ગ્રીપ સમિટ-2023'' માં જી.જી. અને મેડીકલ કોલેજના D.E.I.C. સેન્ટરને રનરઅપ પ્રાઈઝ

”ગ્રીપ સમિટ-2023” માં જી.જી. અને મેડીકલ કોલેજના D.E.I.C. સેન્ટરને રનરઅપ પ્રાઈઝ

- Advertisement -

આરોગ્ય વિભાગ, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવા, આરોગ્ય કાર્યક્રમનાં અમલીકરણ અને જાહેર આરોગ્યનાં સુદ્રઢીકરણ માટે રાજ્યમાં જિલ્લા અને મ્યુનિસપિલ કોર્પોરેશન સ્તરે વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવે છે. જેમાં આરોગ્ય ક્ષેત્રની બેસ્ટ પ્રેક્ટીસને બિરદાવવા અને રાજ્યનાં અન્ય વિસ્તારોમાં પ્રચલિત કરવાના હેતુથી તાજેતરમાં રાજ્યક્ક્ષાની ગ્રીપ સમિટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક જિલ્લાના તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં કરવામાં આવેલા નવતર પ્રયાસોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કાર્યક્રમમાં, અધિક મુખ્ય સચિવ, આરોગ્ય વિભાગ અને કમિશ્નર આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના હસ્તે જામનગરમાં સ્થિત ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ અને  એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ખાતે કાર્યરત ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર (ડી.ઈ.આઈ.સી.) તથા પેશન્ટ મૂવમેન્ટ રિક્વાયરમેન્ટ સેન્ટર (પી.એમ.આર.સી.) સેન્ટરના નવતર પ્રયાસ રૂપે 5 વર્ષ સુધીના સેરેબલ્સ પાલ્સી રોગ ધરાવતા બાળકો માટેની સી.પી.ચેરને બેસ્ટ પ્રેક્ટીસ રનર અપ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

ડી.ઈ.આઈ.સી. તથા પી.એમ.આર.સી. સેન્ટર પર 18 વર્ષ સુધીના સેરેબલ્સ પાલ્સી રોગ ધરાવતા લોકો સારવાર કરવા માટે આવે છે. જેમાં સી.પી., એમ.આર., ઓટીઝમ, એ.ડી.એચ.ડી., લર્નિંગ ડીસેબ્લીટી, મુકબધિર તેમજ વિવિધ ખામીઓ ધરાવતા સ્પેશિયલ કિડ્સ થેરેપી લેવા માટે આવે છે. આ સેન્ટર પર આશરે મહિનાના 1000-1500 જેટલા બાળકોની સારવાર કરવામાં આવે છે. આવા બાળકોને તેમની ખામીઓને અનુરૂપ થેરેપી આપવાની કામગીરી કરવામાં આવે છે. આ થેરેપીના ભાગ રૂપે તેઓની વિવિધ તાલીમ/ ટ્રેનિંગ જેવી કે સેન્સરી ટ્રેનિંગ, ઓટીઝમ ટ્રેનિંગ, વોકેશનલ ટ્રેનિંગ, ફાઈન મોટર ટ્રેનિંગ અને કલર આઈડેન્ટીફીકેશન કરાવવામાં આવે છે.

- Advertisement -

સેરેબલ્સ પાલ્સીથી પીડિત બાળકો માટે ખાસ સી.પી.ચેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સી.પી.ચેર બનાવવા માટેની સામગ્રી સરળતાથી ઉપલબ્ધ હોવાથી બાળકોના વાલીઓમાં તેનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. નવતર પ્રયાસ રૂપે 5 વર્ષના બાળકો કે જેમને બેસતા ન ફાવતું હોય, હેડ કન્ટ્રોલ, અને નેક કન્ટ્રોલ ન હોય તેમના માટે સી.પી. ચેર ઘણી ઉપયોગી છે. આ ચેર વેસ્ટેડ કાગળિયાં, પૂંઠા, ઘઉંના લોટની લય અને પસ્તીમાંથી બનાવવામાં આવે છે. જેમાં રેકઝીન અને વેલક્રો બેલ્ટ લગાવવામાં આવે છે. આ સ્પેશિયલ ચેર બનાવવાની કામગીરી અત્રેના સેન્ટર પર પ્રોસ્થેટીક એને ઓર્થેટીકસ એન્જિનિયર્સ અને ટેકનીશીયન્સ દ્વારા કરવામાં આવે છે. ગત તા.27 ઓક્ટોબરના રોજ યોજાયેલી GRIP 2023 STATE LEVEL SUMMIT માં સી.પી. ચેર પ્રોજેક્ટને રનર અપ એવોર્ડ આપવામાં આવ્યો છે.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular