Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરવિશા ઓશવાળ જૈન સંઘના તપસવીઓનો વરઘોડો

વિશા ઓશવાળ જૈન સંઘના તપસવીઓનો વરઘોડો

ભગવાનનો રથ ભાઇઓએ ખેંચી નગર ભ્રમણ કરાવી : ઓશવાળ જૈન સંઘના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાઇ તપસવીઓને પ્રોત્સાહિત કર્યા : 16ઉપવાસ, 9, ઉપવાસ,8 ઉપવાસ, 6 ઉપવાસના તપસવીઓ

- Advertisement -

જામનગરમાં વિશા ઓશવાળ જૈન સંઘ દ્વારા અચલગચ્છ અને ખરતરલગચ્છ જૈન સંઘમાં પર્યૂષણ પર્વની પૂર્ણાહુતિ થયા બાદ તપસવીઓના પારણા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોના સાનિધ્યમાં યોજાયા હતાં. બાદમાં ગઇકાલે બપોરે શહેરના રાજમાર્ગો પર તપસવીઓનો વરઘોડો (શોભાયાત્રા) યોજાયો હતો. વરઘોડામાં ભગવાનનો રથ સામેલ હતો. જેને જૈન સમાજના ભાઇઓએ રથ ઉપાડયો હતો. તપસવીઓમાં ભાઇઓ-બહેનો બાળકોએ તપસ્યા કરી હતી. જેમાં 16 ઉપવાસ, આઠ ઉપવાસ, સાત ઉપવાસ વગેરે નાની-મોટી તપસ્યાઓ કરનાર લોકો વરઘોડામાં જોડાયા હતાં. આ વરઘોડો શહેરના વાણિયાવાડથી નેમિનાથ ભગવાનના દેરાસરથી નિકળી ચાંદીબજાર, દરબારગઢ, લીંડીબજાર, સેન્ટ્રલ બેંક, હવાઇચોક, પંચેશ્ર્વર ટાવર થઇ પરત નેમિનાથ ભગવાનના જિનાલયે પૂર્ણ થયો હતો. જેમાં ઓશવાળ જૈન સંઘમાં ચાર્તુમાસ દરમિયાન બિરાજમાન સાધુ મહારાજ સાહેબ ઉપરાંત ચારૂપજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણા આ વરઘોડામાં જોડાયા હતાં. સાથે સાથે ઓશવાળ સંઘના ભભલભાઇ, નવીનભાઇ ઝવેરી વગેરે અગ્રણીઓ જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular