વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની તેમજ માતૃશકિતના બહેનો દ્વારા વૃક્ષોના મહત્વ અંગે જાગૃતતા ફેલાવાના ઉદેશથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
ચાલો આ પૃથવીને રહેવા યોગ્ય બનાવીએ આવો આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએના સૂત્ર સાથે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું શું મહત્વ છે ? તે અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા તેમજ વૃક્ષો વાવીને તેમના જતનની જવાબદારીના સંકલ્પ તેમજ વધુ વૃક્ષો વાવવાના સંકલ્પ લેવડાવીને વિશ્ર્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહીની તેમજ માતૃશકિતની બહેનો દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારો શાળા,મંદિરો, છાત્રાલયો, ખુલ્લા મેદાનો, ગૌ શાળા વિવિધ સ્થાનો પર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિક લોકોએ પણ સાથે મળીને પુરો સાથ સહકાર આપીને સાથે જોડાયા હતા.
આ કાર્યક્રમમાં માતૃશકિતના પ્રાંત સહસંયોજિકા હિનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની પ્રાંત કાર્યકારીણી કૃપાબેન લાલ, જામનગર જિલ્લા ઉપાધ્યક્ષ પ્રફુલ્લાબેન અગ્રાવત, દુર્ગાવાહિની જામનગર જિલ્લા સહ સંયોજિકા રીનાબેન નાનાણી, કોમલબેનના ધનવાણી, માતૃશકિતના સહસંયોજિકા અલ્કાબેન ટંકારીયા તેમજ સ્વરૂપબા જાડેજા સહિત માતૃશકિત અને દુર્ગાવાહિનીની બહેનો હાજર રહીને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કર્યુ હતું.