Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખંભાતના ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા

ખંભાતના ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા

ફાયર એનઓસી માટે રૂા.40 હજારની લાંચ માંગી

- Advertisement -

ખંભાતના ફાયર ઓફિસરને ફાયર એનઓસી આપવા પેટે રૂા.40 હજારની લાંચ લેતા આણંદ એસીબીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, આ કેસના ફરિયાદીના મિત્ર ફાયર સેફટી સાધનો વેંચવાનું તથા ફીટીંગ કરવાનો વ્યવસાય કરતા હોય તેઓએ ખંભાત ખાતે આવેલ તૈયબીયાહ એપાર્ટમેન્ટ ખાતે ફાયર સેફટીના સાધનો લગાડવાનું કામ પૂર્ણ કરી ખંભાત નગરપાલિકામાં ફાયર સેફટી એનઓસી મેળવવા અરજી કરી હતી. જે અંગે એનઓસી આપવા માટે ફાયર ઓફિસર નાઝીમ જાફર આગા એ રૂા.45000 ની લાંચ માંગી હતી. જે રકઝકના અંતે રૂા.40 હજાર આપવાના નકકી થયાં હતાં.

પરંતુ ફરિયાદી તથા તેના મિત્ર લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમાના સુપરવીઝન હેઠળ આણંદ એસીબીના પીઆઇ પી.કે.ચાવડા સહિતની ટીમ દ્વારા છટકુ ગોઠવી ખંભાત નગરપાલિકાના મોજે ફાયરબ્રિગેડની કચેરી ખાતેથી ફાયર ઓફિસર નાઝીમ જાફર આગાને રૂા.40 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular