Tuesday, December 24, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં દસ સ્થળોએ જુગાર દરોડામાં 29 શખ્સો ઝડપાયા

દ્વારકા જિલ્લામાં દસ સ્થળોએ જુગાર દરોડામાં 29 શખ્સો ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રમાતા જુગાર સામે કડક હાથે કામગીરી હાથ ધરી છે.

- Advertisement -

મીઠાપુરથી આશરે આઠ કિલોમીટર દૂર આવેલા મોજપ ગામે રહેતા કરમણભા રાયધરભા માણેકના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં દરોડો પાડી, ઉપરોક્ત શખ્સ દ્વારા નાલ ઉઘરાવીને ચલાવતા જુગારધામમાંથી કરમણભા રાયધરભા માણેક સાથે ગાંગાભા ડોસાભા ભગાડ અને અજયભા ભાવુભા હાથલ નામના કુલ ત્રણ શખ્સોની અટકાયત કરી રૂ. 16,070 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ દરોડા દરમિયાન બબાભા સવાભા હાથલ અને વાઘાભા દેવાભા કુંભાણી નામના બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે. જે અંગે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકામાં નવનિયુક્ત પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા કરવામાં આવેલી દારૂ-જુગાર સામેની સધન કામગીરીમાં તાલુકાના લાંબા ગામે આવેલા એક મંદિર પાસે રાત્રિના આશરે સવા બાર વાગ્યાના સવારે ટોર્ચબતીના અજવાળે જુગાર રમી રહેલા રમેશ આલા કરમટા, રમજાન હમીદ બાલાગમીયા, પાંચા રાજા કરમટા, કારૂ ધરણાત ચેતરીયા, વજા રાણા ચેતરીયા અને બાબા પાલા ચેતરીયા નાના છ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 10,680 રોકડા તથા રૂપિયા 8,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 19,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના જેપુર ગામે રાત્રિના પોણા ત્રણેક વાગ્યાના સમયે પોલીસે જુગાર દરોડો પાડી, રામ સીયા ગોરાણીયા, વેજા રણમલ અમર અને વેજા પુંજા અમર નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 12,620નો મુદ્દામાલ, જ્યારે કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામેથી મધરાત્રિના સમયે પોલીસે જુગાર રમતા ત્રણ ઈસમો વેજા અરભમ અમર, સાજણ સુરા કારાવદરા અને વિજય મુંજા કારાવદરાને ઝડપી લઇ, રૂપિયા રૂ. 11,120 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાંથી રાણા પાલા માતંગ, રવિરાજસિંહ પ્રવિણસિંહ હાલુભા ગોહિલ અને લગધીર જેસા ભાન નામના ત્રણ શખ્સો સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તા કૂટતા મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા. ભાણવડના વિજયપુર રોડ પરથી પોલીસે શબીર ઓસમાણ લંઘા, રજાક સુલેમાન હિંગોરા, ઈમરાન અબ્દુલ લંઘા અને અબુ અલારખા લંઘા નામના ચાર શખ્સો અને રૂપિયા 2,380 ના મુદ્દામાલ સાથે જ્યારે દ્વારકાના આવળપરા વિસ્તારમાંથી નીરજ પારસ બીક, રાકેશ આશારામ થારુ, વિમલ સૌને થારુ અને સંતોષ દહલું થારુ નામના ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

ઓખાના ગાંધીનગરી વિસ્તારમાંથી પોલીસે બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ઈમરાન ઈશાક ચૌહાણ (ઉ.વ. 25) ને અને દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે માનસંગભા નંઢાભા માણેક (ઉ.વ. 58) નામના બે વરલી મટકાનો જુગાર રમતા તેમજ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાંથી રમણીક પરસોતમ સોલંકી અને ધર્મેશ પરસોતમ રાઠોડ નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular