જામજોધપુર તાલુકાના ધોરીયાનેશમાં રહેતાં રબારી શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન 24 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઇ બે શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી આરંભી હતી. જામનગરમાં અંબર ટોકીઝ પાસેથી પસાર થતા શખ્સને પોલીસે પાંચ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે ચાર બોટલ દારૂ કબ્જે કરી શખસની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના ધોરીયાનેશમાં રહેતાં રબારી શખ્સના મકાનમાં દારૂના જથ્થો હોવાની હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો વિરેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા, માનસંગભાઈ ઝાપડિયા, ભગીરથસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન રાજુ ઉર્ફે બાડો લખમણ મોરીના મકાનમાં તલાસી લેતા રૂા.12000 ની કિંમતની 24 બોટલ દારૂ મળી આવતા પોલીસે રાજુની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં રાજુ કરશનની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં અંબર ટોકીઝ રોડ પરથી પસાર થતા ઋતુરાજસિંહ ગીરીરાજસિંહ ઝાલા નામના શખ્સને આંતરીને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની પાંચ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં રહેતાં દિનેશ ઉર્ફે દિનિયો બકાલી વસંત ભદ્રાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે રેઇડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી દિનીયાની શોધખોળ આરંભી હતી.