મોદી સરનેમને લઇ રાહુલ ગાંધી ઉપર થયેલ માનહાનિના કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત મળી છે. રાહુલ ગાંધીની સજા ઉપર સુપ્રિમ કોર્ટે રોક લગાવી છે. જેને લઇ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરના ટાઉનહોલ પાસે આવેલ શહેર કોંગ્રેસ કાર્યાલયે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો, વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, અલ્તાફ ખફી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ હોદેદારો તથા કાર્યકરોની ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.