Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધુડશિયાના બેચેન રહેતા શ્રમિક યુવકનો દવા પી આપઘાત

ધુડશિયાના બેચેન રહેતા શ્રમિક યુવકનો દવા પી આપઘાત

બે-ત્રણ મહિનાથી બેચેન રહેતો હતો: દવા પીધા બાદ સારવારમાં મૃત્યુ : મુરીલામાં હૃદયરોગના હુમલાથી વૃદ્ધાનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવક છેલ્લાં બે માસથી બેચેન રહેવાના કારણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું. કાલાવડ તાલુકાના મુરીલાના સીમ વિસ્તારમાં રહેતા વૃદ્ધાને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો નિકુંજ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.23) નામનો યુવક છેલ્લાં બે-ત્રણ મહિનાથી બેચેન રહેતો હોવાથી જિંદગીથી કંટાળીને ગત તા.21 ના રોજ બપોરના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા રમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ.રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના મુરીલા ગામની સીમમાં આવેલી પ્રવિણભાઈના ખેતરમાં રહેતાં ભંગડીબેન ભંગડાભાઈ અમનસીંગ મોહનીયા (ઉ.વ.60) નામના વૃદ્ધાને ગત તા.22 ના રોજ સાંજના સમયે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ઈન્દરભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular