Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરપરિવાર થી વિખૂટી પડીગયેલ પીડિતાનું પરિવાર સાથે પુન: સ્થાપન કરાવતી 181...

પરિવાર થી વિખૂટી પડીગયેલ પીડિતાનું પરિવાર સાથે પુન: સ્થાપન કરાવતી 181 અભિયમ ટીમ

જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં ,જાગુત નાગરીકે 181 મહીલા હેલ્પલાઇન માં ફોન કરી મદદ માગી જણાવ્યુ હતું કે કોઈ મહિલા 3 થી 4 કલાકના બેઠા છે અને ગભરાયેલ હાલતમાં છે અને સતત રડ્યા કરે છે જાગૃત નાગરિક દ્વારા પૂછતા કોઈ જવાબ આપેલ નહીં કશું નામ સરનામું કશું જવાબ આપેલ નહી તેથી મદદની જરૂર છે.

- Advertisement -

જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સ્થળ પર પહોચી પીડિતાને આશ્ર્વાસન આપવામા આવેલ અને તેમનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. જેમાં પીડિતા દ્વારા જણાવેલ તેઓનાં લગનનાં 10 વર્ષ થયા છે. સાસરૂં જામનગર તાલુકા પંથકમાં છે. પિયર રાજસ્થાનમા આવેલું છે બપોર દરમ્યાન ખરીદી કરવા બજારમાં આવ્યા હતા. પતિ બાળકો તેમજ દેરાણી સાથે બજારમાં આવેલ પતિ બાળકોને લઈને બજારની બહાર બેસેલ અને બંને દેરાણી-જેઠાણી ખરીદી માટે બજારમાં ગયેલ પરંતુ પીડિતા દેરાણીથી અલગ પડી જતા પીડિતા દેરાણીને આજુબાજુમાં શોધેલ આશરે ત્રણ ચાર કલાક જેટલો સમય થઈ જતા પીડિતા ગભરાઈને રડવા લાગ્યા હતા. પહેલીવાર જ ઘરની બહાર નીકળેલ હોવાથી એડ્રેસ તેમજ પરિવારનો કોઈ કોન્ટેક પણ ન હોય તેમ પીડિતાએ જણાવ્યું હતું. ત્યારબાદ 181 મહીલા હેલ્પલાઇન ના કાઉન્સિલર દ્વારા કાઉન્સિલિંગ કર્યા બાદ પીડિતાએ માત્ર ગામનું નામ જણાવેલ કે તેઓ નાઘેડી ગામમાં રહે છે તેથી પીડિતાને લઈને નાઘેડી ગામમાં ગયેલ પીડિતાએ જણાવ્યા મુજબ રસ્તો શોધતા મકાન મળી આવ્યું હતું. પરંતુ દરવાજા પર તાળું હોવાથી આજુબાજુમાં પૂછતાં પીડિતાના પતિ નો મોબાઈલ નબર મેળવી વાત કરતા પતિ વાત જણાવેલ કે તેવો 3 થી 4 કલાક ના બજારમાં પીડિતાને શોધે છે. પીડિતા રાજસ્થાનના હોવાથી હિન્દી ભાષા બોલે છે ને ગુજરાતી સમજતા નથી તેથી ટેન્શન માં આવી ગયા હતા. ત્યારબાદ પીડિતાનાં પતી ઘરે આવ્યા હતા. જ્યાં પીડિતાને જોય ને પતિ ખુશીના આસું થી રડી પડયા છતાં આમ વિખૂટા પડેલ પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું.

ત્યારબાદ પીડિતાાને સમજાવ્યા હતા કે હવે પછી આવી રીતે ક્યાંય પણ ચાલ્યા ના જવુંઅને મોબાઈલ નંબર તેમજ એડ્રેસ યાદ કરી લેવા તથા પતિને પણ પીડીતાનું ધ્યાન રાખવા સમજ આપી હતી. આમ પીડિતાનું પરિવાર સાથે પુન:મિલન કરાવેલ તે બદલ પીડિતા નાં પતિ દ્વારા 181 ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular