Sunday, December 29, 2024
Homeરાજ્યગુજરાતજગુઆર અકસ્માત, બાપ-દિકરાના રિમાન્ડ માગશે પોલીસ

જગુઆર અકસ્માત, બાપ-દિકરાના રિમાન્ડ માગશે પોલીસ

અટકાયત કરાયેલા તમામ પાંચ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે : પોલીસે અકસ્માત સ્થળે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કર્યું : અકસ્માતમાં 9 લોકો કચડાઇ મર્યા હતા

- Advertisement -

ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત કારમાં સવાર તમામને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ગઈકાલે મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા સહિત 5 લોકોની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસે માનવ વધનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં ગઈકાલે પોલીસે બાપ દિકરાને સાથે રાખીને જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જ ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું. જે જગ્યાએ કાર અથડાવીને લોહીના ખાબોચિયાં ભર્યા હતા ત્યાં જ બાપ-દીકરાએ કાન પકડીને જાહેરમાં ઉઠકબેઠક કરીને માફી માંગી હતી. આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરવામાં આવશે. આ ઉપરાંત ઋજકના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કારની સ્પીડ 160ની હતી.

- Advertisement -

આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આપ્યા હતા.

આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોમાંથી પસાર થતાં હાઈવે સહિત રાજ્યભરમાં હાઈવે પર વાહનોની સ્પીડ વગેરેની દેખરેખ માટે સી.સી.ટી.વી કેમેરા નેટવર્ક અને મહાનગરોનાં હાઈવે પર લાઈટ પોલ અંગે પોલીસ, માર્ગ-મકાન, શહેરી વિકાસ વિભાગ અને સ્થાનિક સત્તાતંત્ર વચ્ચે સંકલન સાધીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્ય સચિવને સુચનાઓ આપી હતી. આ અકસ્માતની ઘટનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ તપાસ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular