ગઇકાલે રાત્રીના સમયે જામનગર શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે વોર્ડ નં. 12ના ઘાંચીની ખડકી આજુબાજુના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. આ અંગે સ્થાનિક લોકો દ્વારા વોર્ડ નં. 12ના કોર્પોરેટર અસ્લમ ખિલજી તેમજ જેનબબેન ખફીને જાણ કરાતાં તેઓ દ્વારા સામાજિક કાર્યકર મોહસિન ખફી, અકરમ ખફી, નાઝિર ખફી, શાહરુખ ખફી, સૈયદ મુનાફબાપુ, સકીલબાપુ, તારિફબાપુ સહિતની ટીમ દ્વારા નાકા બહાર વિસ્તારના રહેવાસીઓને વહેવારીયા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતાં. આ તકે રહેવાસીઓ દ્વારા બંને કોર્પોરેટરો તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.