મહારાષ્ટ્રના રાયગઢમાં ભયાનક ભૂસ્ખલન થયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં લગભગ 50થી વધુ પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. માહિતી મળતાં જ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. રાયગઢના ખાલાપુર વિસ્તારમાં આ ઘટના બની હતી.
માહિતી અનુસાર અત્યાર સુધી આ ઘટનામાં 25 લોકોને કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી ચાર લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. જોકે 21 અન્ય ગંભીર રીતે ઘવાયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કાટમાળમાં હજુ પણ ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.