Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

ખંભાળિયા લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

- Advertisement -

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના આગામી વર્ષના નવા વરાયેલા હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ અત્રે બેઠકો રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવ્યો હતો.
લાયન વર્ષ 2023-24 ના નવા પ્રમુખ તરીકે અહીંના જાણીતા સેવાભાવી મહિલા કાર્યકર નિમિષાબેન નકુમ, સેક્રેટરી તરીકે પીઠ અને અનુભવી હાડાભા જામ તેમજ ટ્રેઝરર તરીકે વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા ચંદાબેન મોદી તેમજ તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા. આ સમારોહમાં સંસ્થાના તત્કાલીન પ્રમુખ લાયન વિનુભાઈ બરછા (ઘી વાળા)ના અધ્યક્ષસ્થાને અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભાવનાબેન કોઠારીના હસ્તે સેવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે ખંભાળિયા લાયન્સ ક્લબના ઇતિહાસમાં પ્રથમ વખત અહીં મહિલા પ્રમુખે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે જેમાં પ્રસંગિક ઉદબોધન કરતા નવનિયુક્ત અને પ્રથમ મહિલા પ્રમુખ નિમિષાબેન નકુમે જણાવ્યું હતું કે “સંસ્થામાં મને સેવાનો મોકો મળ્યો છે, ત્યારે તન મન અને ધનથી હું હંમેશા સંસ્થા માટે કાર્યરત રહીશ સાથે સાથે સમાજ ઉપયોગી સેવાના કાર્યો નિયમિત રીતે કરવામાં આવશે”.

આ પ્રસંગે ક્લબ કાઉન્સિલર ધીરેનભાઈ બદિયાણી તેમજ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મયુરભાઈ ગઢવી વિગેરેએ પ્રસંગિક ઉદબોધન કરી અને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ આયોજનમાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ડીસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા, અગ્રણી હરિભાઈ નકુમ, ડોક્ટર પ્રફુલાબેન બરછા વિગેરે સાથે લાયન્સ અગ્રણી હિતેશભાઈ કોઠારી (પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર), નિરવભાઈ વડોદરિયા (પૂર્વ ડી.સી.એસ.) વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ પ્રસંગે વીસ જેટલા જરૂરીયાતમંદ ગરીબ પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કિટ આપવામાં આવી હતી. આગામી વર્ષમાં નિયમિત અને વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેવી ખાતરી સાથે તેમના પર વિશ્ર્વાસ મૂકવા બદલ નવનિયુક્ત હોદ્દેદારોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular