જામનગર મહાનગરપાલિકા સંકુલમાં ધરણાં આંદોલન ઉપર પ્રતિબંધ અંગેના જાહેરનામાનો વિરોધ કરી જામનગર શહેર કોંગે્રસ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાની તમામ કચેરી/શાખાના પરિસરના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણાં ઉપર બેસવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડયું છે. પ્રજાના પ્રશ્ર્નો માટે કોર્પોરેશનની અંદર જ ધરણાં અને આંદોલન કરવાથી પ્રશ્ર્નોનો નિકાલ આવે છે. વિરોધ પક્ષનો અવાજ દબાવવાની આ કોશિશ હોવાનું જણાવી જામ્યુકોમાં ઉપવાસ પર પ્રતિબંધ એ લોકશાહીનું ખુન ગણાવ્યું છે અને આ જાહેરનામુ પાછુ ખેંચવા માંગણી કરાઇ છે.
જામનગર શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિપક્ષલી નેતા ધવલ નંદા, કોર્પોરેટરો અલ્તાફ ખફી, અસલમ ખીલજી, નુરમામદ પલેજા, જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, આનંદ રાઠોડ તેમજ કોંગે્રસ અગ્રણી આનંદ ગોહિલ સહિતના અગ્રણીઓ એ આવેદનપત્ર પાઠવ્યું હતું.