Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપૂર્વમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જામનગરની મુલાકાતે

પૂર્વમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જામનગરની મુલાકાતે

ભાજપા કાર્યાલય મંત્રી સ્વ. મનહરભાઇ ત્રિવેદીના ઉઠમણામાં હાજરી આપી પરિવારજનોને સાંત્વના પાઠવી

રાજ્યના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગઇકાલે જામનગર આવ્યા હતાં. તેમણે ભાજપાના કાર્યાલય મંત્રી અને અગ્રણી એવા સ્વ. મનહરભાઇ ત્રિવેદીના ઉઠમણામાં પાબારી હોલ ખાતે હાજરી આપી હતી અને સ્વ. મનહરભાઇ ત્રિવેદીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પૂર્વે તેમણે જામનગર શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બિનાબેન કોઠારી, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બામભણિયા, કોર્પોરેટર ગોપાલ સોરઠિયા, નિલેશભાઇ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, અશોકભાઇ નંદા, હિતેનભાઇ ભટ્ટ, મુકેશભાઇ દાસાણી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, ખુમાનસિંહ સરવૈયા ઉપરાંત જીતુભાઇ લાલ, મધુભાઇ ગોંડલિયા સહિતના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular