વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ, જશ-પ્રેમ-ધીર સંકુલ ખાતે પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. સમર્થ-નવલ મ.સ.ના પરિવારના પૂ. કુંદનબાઇ, પૂષ્પાબાઇ મ.સ.ના સુશિષ્યા પૂ. જશુબાઇ મહાસતીજી 80 વર્ષની વયે 50 વર્ષના દિક્ષા પર્યાય સહિત શિવકુંવરબેન બી. દોશી, મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટર ખાતે તા. 11ના રાત્રે 10:15 કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે.
આજે સવારે પાલખીયાત્રા કામદાર ઉપાશ્રય, વૈશાલીનગર ખાતેથી નિકળી હતી. જયશ્રીબેન શાહના જણાવ્યાનુસાર ગોંડલના વ્રજકુંવરબેન વનમાળીબાઇ કોઠારીના પુત્રી હતાં. વિ.સ. 2029ના વૈશાખ સુદ-5ના રાજકોટમાં દિક્ષા અંગીકાર કરી હતી. અસ્વસ્થતાને કારણે વૈયાવચ્ચ સેન્ટરમાં ડો. સી.વી. અજમેરા, ડો. સંજય શાહે સુંદર સેવા બજાવી હતી. પૂ. કિરણબાઇ મ.સ. વર્ષો સુધી સેવારત હતાં. તા. 13ને ગુરુવારે સવારે 9:30 કલાકે વિલેપારલેમાં પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં અને વૈશાલીનગર-રાજકોટમાં ગુણાનુવાદ રાખેલ છે.